ગુજરાત
News of Wednesday, 30th May 2018

મહેસાણામાં રખડતા ઢોરને પકડવા કોઈ પણ એજન્સીએ રસ ન દાખવતા લોકોને હાલાકી

મહેસાણા:માં રખડતા ઢોર એક સમસ્યા બની ગઈ છે પણ તેનો ઉકેલ પાલિકા પાસે નથી. રખડતા ઢોર માટે ટેન્ડર પાડયું પણ  કોઈ ભરવા તૈયાર નથી. કારમ કે અગાઉ જે એજન્સીને કામ અપાયું હતું તેના ૩૫ હજાર બાકી બોલે છે અને આ એજન્સીને હેરાન કરવામાં પણ કંઈ બાકી રાખ્યું નથી. જોકે ૩૧ મે છેલ્લી તારીખ હોવાથી હજુ પાલિકાને એજન્સી આવવાની આશા છે. મહેસાણામાં દોઢ વર્ષ પહેલા રખડતા ઢોરને લીધે એક મોત થયું હતું. ત્યારબાદ સફાળી જાગેલી પાલિકાએ ઢોર ડબ્બે પુરવા માટે એજન્સીને કામ આપ્યું હતું પણ આ એજન્સીને પરેશાન કરવામાં સત્તાધારી પક્ષે કંઈ બાકી રાખ્યું નથી. જેના લીધે કોઈ એજન્સીને હાલ ભાવ ભર્યા નથી ત્યારે એવું લાગતું પણ નથી. રખડતા ઢોરની સમસ્યાને લીધે શહેરમાં અકસ્માતો વધી રહ્યા છે. છેલ્લા માસમાં ૨૨ જેટલા લોકો ઘાયલ પણ થયા હતા. એ ગ્રેડ ધરાવતી મહેસાણા પાલિકા હવે ક્યારે આનો ઉકેલ લાવશે તે જોવાનું રહ્યું.

(6:16 pm IST)