ગુજરાત
News of Wednesday, 30th May 2018

ઉમરેઠમાં પરિણીતા પાસે દહેજની માંગણી કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

ઉમરેઠ:ખાતે રહેતી એક પરિણીતાને નહાવા-ધોવા બાબતે વાંકગુના કાઢીને દહેજમાં રોકડા ૧.૫૦ લાખની માંગણી કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં આ અંગે પોલીસે પતિ સહિત ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ફરિયાદી નિયતીબેનના લગ્ન ગત ૧૬-૫-૧૬ના રોજ ઉમરેઠ ખાતે રહેતા વિશાલભાઈ મોહનભાઈ તળપદા સાથે થયા હતા. શરૂમાં બન્નેનું લગ્નજીવન સુખરૂપ ચાલતુ હતુ પરંતુ ત્યારબાદ પતિ વિશાલ, સસરા મોહનભાઈ, સાસુ વિમળાબેન તથા કાકા સસરા પોપટભાઈ દ્વારા નહાવા-ઘોવાની બાબતે વાંધાવચકા કાઢીને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો ત્યારબાદ પતિ દ્વારા દહેજ પેટે રોકડા ૧.૫૦ લાખની માંગણી કરીને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. જે અંગે તેણીએ ઉમરેઠ પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી. 

 

(6:16 pm IST)