ગુજરાત
News of Wednesday, 30th May 2018

આઈવીઆઈ ફર્ટીલીટી દ્વારા કેન્સર સામે જંગ જીતેલા લોકોને કોમોથેરીપી

અમદાવાદઃ ભારતમાં કેન્સરમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૫૦ વર્ષની ઓછી વયનાં પુરૂષો અને સ્ત્રીઓ વિવિધ પ્રકારનાં કેન્સરનાં ભોગ બની રહ્યાં છે. આ કારણે તેમની પ્રજનનક્ષમતાને મોટી અસર થાય છે, જેની મોટાભાગે જાણ થતી નથી. અત્યારનાં સમયમાં કેન્સરની સારવાર પછી બાળક ન થવાની સમસ્યા વધારે વિકટ છે. આ પ્રકારનાં સંજોગોમાં ઓન્કો- ફર્ટિલીટી અથવા ફર્ટિલીટી પ્રિઝવેશન વટારે આવે છે. ફર્ટિલીટી પ્રિઝર્વેશન વ્યકિતની ગર્ભધારણ કરવાની ક્ષમતા કે પ્રજનનક્ષમતા જાળવવામાં મદદ કરે છે. નોવા આઈવીઆઈ ફર્ટિલીટીનાં ડાયરેકટર ડો.મનિષ બેંકરે કહ્યું હતું કે, ભારતમાં હજારો લોકો કેન્સર સામે સંઘર્ષ કરતી હોવાથી કેન્સર પછીનાં જીવનની ગુણવતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેમોથેરેપી અને રેડિયોથેરેપીમાં કેટલીક કરવામાં આવ્યું છે. કોમોથેરેપી અને રેડિયોથેરેપીમાં કેટલીક દવાઓ અને રેડિયેશન સામેલ હોય છે જે કેન્સરનાં કોષોનો નાશ કરી શકે છે અને તેમને ફરી પેદા કરવાથી રોકી શકે છે, પણ તેનાથી અંડાણુંઓ અને શુક્રાણુઓને પણ નુકશાન થઈ શકે છે તથા ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ફર્ટિલીટી પ્રિઝવેશન કેન્સરમાં બચી ગયા પછી પરિવાર શરૂ કરવા માટે આશાનું કિરણ છે. કેન્સરમાં દર્દીઓ પાસે કેન્સરની સારવાર પૂર્વે તેમનાં અંડકોષો, શુક્રાણુઓ કે ભ્રૂણ ફીઝ કરવાનો વિકલ્પ છે, જેથી જો કમનસીબે વંધ્યત્વ આવે તો તેઓ તેમની સારવાર પૂર્ણ થાય પછી આઈવીએફ મારફતે પણ ગર્ભ ધારણ કરી શકે છે.

(3:55 pm IST)