ગુજરાત
News of Wednesday, 30th May 2018

કાલે ધો. ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ

સવારે ૮ કલાકે બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર થશેઃ ૪૭૬૬૩૪ છાત્રોનું પરિણામ

રાજકોટ તા. ૩૦ :.. ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો. ૧૦ નું પરિણામ જાહેર થયુ હતું. ત્યારે આવતીકાલે ધો. ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારી છેલ્લા તબકકામાં છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-ર૦૧૮ માં લેવાયેલ ઉ.મા.પ્ર. પરીક્ષા, ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તરબુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને ઉ.મા. પ્ર. પરીક્ષા વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર સિસ્ટમની ખાસ પરીક્ષા એપ્રિલ-ર૦૧૮ માં લેવાયેલ પરીક્ષાની માર્કશીટ-પ્રમાણ પત્રનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો ઉપર તા. ૩૧-પ-ર૦૧૮ ના સવારે ૧૧ કલાકથી ૧૬ કલાક દરમ્યાન થનાર છે. તો રાજયની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ,  ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા ઉ.મા. શાળાના આચાર્યશ્રીઓએ શાળાની માર્કશીટ, પ્રમાણ પત્ર મુખત્યાર પત્ર રજૂ કરી મેળવી લેવાની રહેશે.

વધુમાં જણાવવાનું કે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ, ઉચ્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને ઉ.મા.પ્ર. પરીક્ષા વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર સીસ્ટમની ખાસ પરીક્ષા એપ્રિલ-ર૦૧૮ માં લેવાયેલ પરીક્ષાનું પરીણામ તા. ૩૧-પ-ર૦૧૮ ના રોજ સવારના ૮ કલાકે બોર્ડની  વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. જેની વાલીઓએ, વિદ્યાર્થીઓએ, શાળાઓએ નોંધ લેવા પરીક્ષા સચિવે એક યાદીમાં જણાવ્યું છે. ધો. ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજયના  ૩પ જિલ્લા અને કેન્દ્ર શાસીત પ્રદેશના કુલ ૪૭૬૬૩૪ છાત્રોએ આપી હતી. (પ-૧૭)

 

(11:57 am IST)