ગુજરાત
News of Wednesday, 30th May 2018

૫ લાખની લાંચના છટકામાં ઝડપાયેલા વ્યારાના પીએસઆઇના રેગ્યુલર જામીન ફગાવાયાઃ હિમતનગરના કલાર્કના પણ રેગ્યુલર જામીન રદઃ એસીબી વડા કેશવ કુમારનો વ્યુહ સફળ રહ્યો

રાજકોટઃ તાપી  એ.સી.બી પો.સ્ટે.ગુ.નં. ૦૨/૨૦૧૮ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ ૧૯૮૮ની કલમ ૭.૧૩ (૧)(ધ) તથા ૧૩ (૨) મુજબના કામના આરોપી વ્યારાના એલસીબી, પીએસઆઇ સંપત સીતારામ મહામુનકર પો.સ્ટે. વ્યારા તા.વ્યારા જી.જી.તાપી વિરૂધ્ધ રૂ.૫,૦૦,૦૦૦/- ની લાંચનો ગુનો તા.૨૦/૩/૨૦૧૮ના રોજ નોંધવામાં આવેલ હતો.

ઉપરોકત ગુનામાં આરોપી સંપત સીતારામ મહામુનકર, પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.સી.બી. પો.સ્ટે. વ્યારા તા.વ્યારા જી.તાપી નાઓએ તાપી-વ્યારા નામદાર કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકતા તાપી-વ્યારા નામદાર કોર્ટે આજે તા.૨૯ના રોજ આરોપીના રેગ્યુલર જામીન અરજીના મંજુર કરેલ છે.

આજરીતે સાબરકાંઠા એ.સી.બી. ગુ.ર.નં.૦૪/૨૦૧૮,ભ્રષ્ટાચાર અધિનિયમ  ૧૯૮૮ના કાયદાની કલમ ૭, ૧૩(૧)(ધ) તથા ૧૩(૨)ના આરોપી શૈલેષકુમાર ધનજીભાઇ પંડ્યા, કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, વહીવટી વિભાગ, જનરલ હોસ્પિટલ, હિંમતનગરનાઓને નામદાર સ્પે.સેશન્સ જજ સાબરકાંઠા (હિમતનગર)ની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ક્રિ.પ.અ.નં.૪૩૦/૧૮ થી દાખલ કરેલ જે આજે તા.૨૯ મીએ કોર્ટે જામીન રદનો હુકમ કરેલ છે.

(8:55 pm IST)