ગુજરાત
News of Friday, 30th April 2021

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વાવાઝોડું ફુંકાવાની શક્યતા : સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પાડવાની આગાહી

અમદાવાદ,ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે: સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાઝોડાની આશંકા :રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે.

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વાવાઝોડું ફુંકાવાની શક્યતા છે. આ આગાહીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે અને તેની સાથે અમદાવાદ,ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળશે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાજોડાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે.

જો કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે અને ભારે પવન પણ ફુંકાયા હતા. હજુ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે

(6:45 pm IST)