ગુજરાત
News of Friday, 30th April 2021

ગુજરાતમાં નેનો ટેકનોલોજી ક્ષેત્રે સંશોધનને વધુ વેગવંતુ કરવા ગુજકોસ્ટ વર્ચ્યુઅલ મોડ દ્વારા બ્રેનસ્ટોર્મિગ સત્ર યોજાયુઃ શિક્ષણ, સંશોધન, વિકાસ પ્રવૃતિઓ, નેનો સાયન્સ, ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ અંગે ચર્ચા-વિચારણા

રાજકોટ તા. ૩૦ :..  ને એક ઝડપી અને ઉભરતા ક્ષેત્ર તરીકે અવનવા સંશોધનો દ્વારા વિકાસ પામી રહી છે. ગુજરાતમાં આ ટેકનોલોજી ક્ષેત્રે વ્યવસાય અને ઉદ્યોગોના વિકાસની વિશાળ તકો રહેલી છે. ગુજરાત સરકાર પ્રૌદ્યોગીક વિભાગ હેઠળ કાર્યરત, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) રાજયમાં નેનો સાયન્સ અને નેનો ટેકનોલોજી માટે શિક્ષણ, સંશોધન અને જન જાગૃતિની પ્રવૃતિઓને ખૂબ મોટા સ્તરે પ્રોત્સાહન આપવા માટે નવી પહેલ કરી રહી છે.

રાજયના છ યુનિવર્સિટી વિભાગમાં સેન્ટર ઓફ એકસેલન્સ (સી. ઓ. ઇ.) ની સ્થાપના દ્વારા ગુજકોસ્ટે પ્રોગ્રામની શરૂઆત કરી હતી અને નેનો સાયન્સ અને નેનો ટેકનોલોજીના વિકાસ માટે એક ઉતમ પ્લેટફોર્મ પ્રદાન કર્યુ છે. હવે ગુજકોસ્ટ ગુજરાતની વિજ્ઞાન, તકનીકી અને નવીનતા (એસટીઆઇ) નીતિ અમલી બનાવી રહી છે. જેમાં રાજયના વિકાસ માટે અગ્રીમ ક્ષેત્રોમાંના એક વિષય તરીકે નેનો ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે.

આ સંદર્ભમાં ગુજકોસ્ટ વર્ચ્યુઅલ મોડ દ્વારા ર૯ મી એપ્રિલ ર૦ર૧ના રોજ ગુજરાતના નેનો મિશન પર એક દિવસીય બ્રેનસ્ટોમીંગ સત્રનું આયોજન હતું. આ સત્રમાં શિક્ષણ, સંશોધન અને વિકાસ પ્રવૃતિઓ અને નેનોસાયન્સ અને નેનો ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ડો.ડી.જી.કુબેરકર, પ્રોફેસર અને હેઙનેનો સાયન્સ અને એડવાન્સ્ડ  મટીરીયલ્સ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ડો.આર.વી.ઉપાધ્યાય, પી.આર. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ ચારૂસેટ ડો.બી.એસ.ચક્રવર્તી  એસોસીએટ પ્રોફેસર અને હેડ એપ્લાઇડ ફિઝીકસ વિભાગ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ડો. આર.એચ.મટીરીયલ સાયન્સ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, ડો.નિહાર રંજન મહાપાત્રા, પ્રોફેસર, ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ, આઇઆઇટી ગાંધીનગર ડો.અજયકુમાર ગુપ્તા, ડિરેકટર આર એન્ડ ડી. ગણપત યુનિવર્સિટી ડો. દીપક સતવાણી, એસોસીએટ ડીન અને એસોસીએટ પ્રોફેસર, નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના સહાયક પ્રોફેસર ડો.જીગ્નેશ વાણંદ જોડાયા હતા.

આ ક્ષેત્રના ખ્યાતનામ અધ્યાપકો અને સંશોધનકારો ગુજરાતના નેનો મિશન માટે તેમના મંતવ્યો, અનુભવ અને સુચન રજુ કર્યા હતા. ગુજરાતમાંથી અન્ય કોલેજ અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને રિસર્ચ સ્કોલર્સ પણ યુટયુબના માધ્યમથી જોડાયા હતા.

(5:15 pm IST)