ગુજરાત
News of Friday, 30th April 2021

કલોલ પંથકમાં ઘર આંગણે અદ્યતન સુવિધાઃ અમિતભાઇ શાહની ગ્રાંટમાંથી લેબ. ટેસ્ટ વાન

ગાંધીનગર : જિલ્લામાં હાલમાં કોરોનાના વધતા જતાં કેસોની પરિસ્થિતિ ધ્યાને લઇ સંસદ સભ્ય અને ગૃહમંત્રી અમિત શાહના ફંડમાંથી તેમના મત વિસ્તાર કલોલ તાલુકા માટે મોબાઇલ લેબોરેટરી ટેસ્ટીંગ વાન ફાળવવામાં આવેલ છે જેની અંદર સેન્ટ્રીફયુઝ મશીન, બ્લડ સેલ કાઉન્ટર મશીન, બ્લડ સેલ કાઉટર મશીન, બાયો કેમીસ્ટ્રી એનાલાઇઝર જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આગામી સમયમાં ગામે ગામ રૂટ પ્લાન અનુસાર આ મોબાઇલ લેબોરેટરી ટેસ્ટીંગ વાન દ્વારા જરૂરીયાત મંદ લાભાર્થીઓને તેમના ઘર આંગણે જરૂરી તમામ લેબોરેટરી તપાસ જેવી જે હિમોગ્રામ, ટોટલ બ્લડ કાઉન્ટ, આર. ટી. પી. સી. આર ટેસ્ટ, એલ. એફ. ટી., આરએફટી, હિમોગ્રામ, સ્પૂટમ, એક્ષામિનેશન જેવી વિવિધ ટેસ્ટીંગની સુવિધાઓ તાલીમ બધ્ધ સ્ટાફ દ્વારા પુરી પાડી શકાશે. જેથી છેઁવાડાના લાભાર્થીઓને સમયસર  ટેસ્ટીંગ સેવાઓનો લાભ મળશે.

(11:59 am IST)