ગુજરાત
News of Friday, 30th April 2021

વલસાડ રૂરલ પોલીસના જવાનો કોરોનાની ચેન તોડવા લોક જાગ્રુતિ માટે આગળ આવ્યા :કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક જ નહી, પરંતુ ફેઇસ શિલ્ડ પહેરાવવાનું અભિયાન રંગ લાવ્યું

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શનથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ અમીરાજસિંહ રાણા વલસાડ જિલ્લામાં યમરાજ નો પડાવ તોડવા લોકોને સંક્રમણ અટકાવવા મદદે આવ્યા

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડમાં કોરોનાની ચેઇન બ્રેક કરવા  વલસાડ જિલ્લા પોલીસ માનવતા સાથે મેદાનમાં આવી છે જિલ્લા પોલીસ વડા પણ સતત લોકો માટે દોડી રહ્યા છે જ્યારે તેમની ટીમના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમીરાજસિંહ રાણા પણ પોલીસ જવાનો સાથે કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક જ નહી, પરંતુ ફેઇસ શિલ્ડ પહેરાવવાનું અભિયાનને આગળ વધાર્યું છે વલસાડ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વધતા પોલીસ જવાનો લોકોની વ્હારે આવ્યા છે માત્ર દંડ નહી સમજણ આપી પરીવાર કેમ સુરક્ષિત રહે તેને વીશો માર્ગદર્શન પણ આપી રહ્યા છે વલસાડ જિલ્લામાં યમરાજનો પડાવ નાખ્યો હોઈ તેવુ લાગી રહ્યુ છે જે અટકાવવા જન જાગ્રુતિ પણ જરૂરી છે જેમા યમરાજ નો પડાવ તોડવા પોલીસ જવાનો પણ લોકો માટે દેવદૂત બન્યા છે તેમા શંકા ને સ્થાન નથી આ પહેલ રાજ્યમાં થાય તો સંક્રમણ અટકશે તેવુ લોકો નું માનવુ છે

(11:45 am IST)