ગુજરાત
News of Friday, 30th March 2018

SSCમાં ગણિતમાં ૧૫ માર્કસ ગ્રેસ આપો

ધારાસભ્ય ડો. આશાબેન પટેલ દ્રારા વિધાનસભામાં રજૂઆત

ગાંધીનગર,તા.૩૦: તાજેતરમાં ગુજરાત મા.,ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્રારા લેવાયેલ એસ.એસ.સી.ની પરીક્ષામાં ગણિતનુ પેપર ખૂબ જ અદ્યરુ હોવાની ફરીયાદો ઉઠી હતી .દરમિયાન ગણીતનાં પેપરમાં ૧૫ માર્કસનું ગ્રેસીંગ આપવા ધારાસભ્ય ડો.આશાબેન પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે  ઉંઝા કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ડો. આશાબેન પટેલે બજેટ સત્ર દરમ્યાન વિધાનસભામાં ધો.૧૦ નુ ગણિતનુ પેપર અદ્યરુ હોવાની ઉઠેલી ફરીયાદોને પગલે શિક્ષણ વિભાગ દ્રારા વિદ્યાર્થીઓને ૧૫ માર્કસ ગ્રેસીંગ આપવામાં  માંગ કરી છે.

કારણ કે જો શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને ગણિતનુ પેપર અદ્યરુ લાગ્યુ હોય તો ગ્રામ્ય વિસ્તાર અને છેવાડાના પછાત વિસ્તારના વિદ્યાર્થીઓની તો વાત જ શુ કરવી? આમ વિદ્યાર્થીઓની આ દ્રિદ્યા ને ધ્યાને લઈ બોર્ડ દ્રારા વિદ્યાર્થીઓને ૧૫ ગુણ ગ્રેસીંગ અપાય તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓની પણ ઉગ્ર માંગ છે.

(1:00 pm IST)