ગુજરાત
News of Monday, 30th January 2023

પંચાયત પસંદગી બોર્ડના વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા ત્‍યારે ર૦ દિવસ અગા. પ્રિન્‍ટીંગ પ્રેસમાંથી પેપર ફોડીને પૈસા કમાવવાનો ખેલ શરૂ થયો હતો.

પેપર ફૂટવાનો ઘટનાક્રમ અત્યંત રસપ્રદ

ગાંધીનગરઃ ગુજરાત પંચાયત પસંદગી બોર્ડના વિદ્યાર્થીઓ એક તરફ છેલ્લા સમયની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ એક્ઝામના 20 દિવસ પહેલા પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર ફોડીને પૈસા કમાવવાનો ખેલ શરૂ થયો હતો. જુનિયર ક્લાર્કની પરીક્ષાની આગલી રાત્રે 2 વાગ્યે ગુજરાત એટીએસ દ્વારા વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા એક્ઝામીનેશન સેન્ટરમાંથી પરીક્ષાનું પેપર પકડી પાડવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ પેપર લીક કાંડમાં સંડોવાયેલા એક પછી એક લોકો સુધી ગુજરાત એટીએસની ટીમોએ પહોંચીને દબોચી લીધા. આ મામલે અત્યાર સુધી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે તમામને વડોદરાની કોર્ટમાં રિમાન્ડ અર્થે લાવવામાં આવ્યા હતા. કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

જો કે, પેપર ફૂટવાનો ઘટનાક્રમ અત્યંત રસપ્રદ છે. પરીક્ષાના 20 દિવસ પહેલા પેપર પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થાય છે. જ્યારે પેપર લીક કરવામાં આવે છે ત્યારે તેની કિંમત રૂ. 7 લાખ નક્કી કરવામાં આવે છે. જે પેપર ગુજરાત પહોંચતા પહોંચતા રૂ. 12 લાખ થઇ જાય છે. જાણો 9.53 લાખ વિદ્યાર્થીઓના સપનાના સોદા કરીને કેવી રીતે રૂપિયા રળવાનો ખેલ થયો હતો.

 

1. પરીક્ષાના 20 દિવસ પહેલા હૈદરાબાદની જે પ્રિન્ટીંગ પ્રેસમાં જુનિયર ક્લાર્કનું પેપર પ્રિન્ટ થવાનું હતું ત્યાં કે. એલ. હાઇટેક પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા શ્રદ્ધાકર લુહાનાએ કોઇ રીતે પેપર મેળવીને રૂ. 7 લાખમાં પ્રદિપ કુમાર નાયકને આપ્યું હતું. પેપર આપવાનું કાવતરૂ પ્રિન્ટીંગ પ્રેસની બહાર આવેલી ચા-નાસ્તાની હોટલ બહાર રચવામાં આવે છે.

2. પ્રદિપ કુમાર 20 દિવસ પહેલા પેપર લઇને મુરારી પાસવાન અને નરેશ મોહંતીને પેપર દીઠ રૂ. 5 લાખમાં વેચવાનું નક્કી કરે છે.

3. મુરારી પાસવાને કમલેશ ભીખારીને એક પ્રશ્નપત્ર દિઠ રૂ. 6 લાખમાં આપવાનું નક્કી કરે છે.

4. કમલેશ ભિખારી પ્રશ્નપત્ર મોહંમદ ફિરોઝને એક પ્રશ્નપત્ર દિઠ રૂ. 8 લાખમાં વેચવાનું નક્કી કરે છે

5. મોહંમદ ફિરોઝ પેપર સર્વેશને એક પ્રશ્નપત્ર દિઠ રૂ. 8 લાખમાં વેચવાનું નક્કી કરે છે.

6. સર્વેશે પેપર પ્રભાતકુમાર તથા મુકેશ તથા મિન્ટુને એક પ્રશ્નપત્ર દિઠ રૂ. 9 લાખમાં વેચવાનું નક્કી કરે છે.

7. મિન્ટુ કુમાર પેપર ભાસ્કર ચૌધરીને પ્રશ્નપત્ર દિઠ રૂ. 10 લાખમાં વેચવાનું નક્કી કરે છે.

8. ભાસ્કર ચૌધરીઆ પેપર કેતન બારોટ, રાજ બારોટ અનિકેત ભટ્ટ તથા ચિરાયુ તથા ઇમરાનને એક પ્રશ્નપત્ર દિઠ રૂ.

9. કેતન બારોટ તથા અનિકેત ભટ્ટ તથા રાજ બારોટ, તથા હાર્દિક શર્મા અને પ્રણય શર્મા પેપર તેઓના ઓળખીતાને પ્રશ્નપત્ર દીઠ રૂ. 12 લાખમાં વેચવાનું નક્કી કરે છે.

10. નરેશ મોહંતી પેપર તેના ઓળખીતાને રૂ. 6 લાખમાં વેચવાનો હતો. તથા મુકેશકુમાર અને પ્રભાતકુમાર પેપર તેમના ઓળખીતાને રૂ. 10 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું.

11. પ્રદિપ નાયક પ્રશ્નપત્રોની ઝેરોક્ષ કરાવીને વડોદરાના અટલાદરા રોડ પર આવેલા સ્ટેકવાઇઝ ટેકનોલોજી લેબના નં 1 હોલમાં આવેલા ઇમસોને આપનાર હતો. ત્યાં તો ગુજરાત એટીએસ દ્વારા રેડ કરવામાં આવી

 

 

પેપર લીક કેસમાં ૧પ આરોપીઓના ૧૦ ફેબ્રુઆરી સુધીના રિમાન્‍ડ મંજુર કરતી વડોદરા કોર્ટ

- જુનિયર કલાર્ક પરીક્ષા  પેપર લીકમાં આરોપીઓના ૧પ દિવસના રિમાન્‍ડ મંજુર કરવાની એટીએસે માંગણી કરી હતી અને કોર્ટે ૧ર દિવસના રીમાન્‍ડ મંજુર કર્યા

 

(9:07 pm IST)