સુરતના સિંગણપોર ડભોલી લિંક રોડ નજીક રત્નકલાકારની બાઈક ચોરી ફરાર થયેલ ગઠિયાને ઝડપવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરત: શહેર ના સિંગણપોર ડભોલી લીંક રોડ સ્થિત ક્રિષ્ના રો હાઉસમાં શનિવારની રાત્રી દરમિયાન ચોર રત્નકલાકારની બાઈક ચોરી સોસાયટીની ઓફિસની બારી તોડી સીસીટીવી કેમેરો, ડીવીઆર, ટીવી, દસ્તાવેજોની નકલ, રસીદ બુકની પણ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના પાલનપુરના વતની અને સુરતમાં સિંગણપોર ડભોલી લીંક રોડ સ્થિત ક્રિષ્ના રો હાઉસ ઘર નં.5 માં રહેતા 56 વર્ષીય ભરતકુમાર સોમાલાલ રાવલ ઈચ્છાપોર ખાતે ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે.ગત શનિવારે રાત્રે 10 વાગ્યે તેમણે પોતાની બાઈક ઘરની સામે પાર્ક કરી હતી.પણ રવિવારે સવારે આઠ વાગ્યે બાઈક નજરે નહીં ચઢતા કોઈકે ચોરી હોવાની આશંકાને આધારે તેમણે સોસાયટીના અગ્રણીઓ સાથે કોમન પ્લોટમાં બનાવેલી ઓફિસમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરવાનું નક્કી કર્યું હતું.જોકે, તેઓ સોસાયટીની ઓફિસે પહોંચ્યા તો તેની બારી તૂટેલી હતી અને અંદરથી સીસીટીવી કેમેરો, ડીવીઆર, ટીવી, સોસાયટીના તમામ મકાનોના દસ્તાવેજોની નકલ, રસીદ બુકની પણ ચોરી થઈ હતી.