ગુજરાત
News of Monday, 30th January 2023

સાગબારા નાં બીલવાણ ગામે સિમેન્ટ ઉતારતા વ્યક્તિને ચક્કર આવતા પડી જતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બીલવાણ ગામમાં સિમેન્ટ ઉતારતા વ્યક્તિને ચક્કર આવતા પડી ગયા બાદ મોત નિપજ્યું હતુ

મળતી વિગતો મુજબ રાજેશભાઇ માંડણભાઇ મકવાણા ઉ.વ.-૪૮ રહે.રાણાવાવ,તા.રાણાવાવ, જીલ્લો પોરબંદર નાઓ બીલવાણ ગામે સીમેન્ટ ઉતારતા હતા ત્યા ટ્રકની નજીકમા ચાલતા હતા તે દરમ્યાન તેમને અચાનક ચકકર આવતા પડી ગયા હોય તેમની સાગબારા સરકારી દવાખાનામાં સારવાર કરાવવાની હોય જેથી બીલવાણ ગામેથી સાગબારા ગામે આવતા રાજેશભાઇ મકવાણા નાઓને ફરીથી ટ્રકની કેબીનમાંજ અચાનક ચક્કર આવતા ટ્રકની કેબીનમા શીટ ઉપર પડી જતા તેમને સારવાર માટે સાગબારા સરકારી દવાખાનામા સારવાર માટે લઇ જતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

(11:40 pm IST)