ગુજરાત
News of Wednesday, 30th January 2019

અમદાવાદ: કાજીપુરા નજીક પુરપાટ ઝડપે જતી ટ્રકે બાઇકને હડફેટે લેતા બેને ગંભીર ઇજા

અમદાવાદ: શહેર પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ગુલબાઈ ટેકરી અમદાવાદમાં રહેતા રાહુલભાઈ કરશનભાઈ ભાટીયા ગઈકાલે સાંજે મોટર સાયકલ નં. જીજે-૧૨ બીસી-૮૭૪૩ ઉપર સંબંધીને બેસાડી નેશનલ હાઈવે નં. ઉપરથી જઈ રહ્યાં હતા ત્યારે કાજીપુરા રેસ્ટોરન્ટ નજીક પૂરઝડપે આવેલ ટ્રક નં. જીજે-૧૫ એટી-૮૧૧ મોટર સાયકલ સાથે અથડાઈ હતી જેથી બાઈક ચાલક રાહુલભાઈ ભાટીયા (ઉં..૨૫) તથા તેમના સંબંધીને રોડ ઉપર પડી જતાં ઈજા થઈ હતી

બનાવ અંગે રાહુલભાઈ કરશનભાઈ ભાટીયાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(5:31 pm IST)