ગુજરાત
News of Sunday, 29th November 2020

અમદાવાદમાં કોરોના કેસમાં જબરો ઉછાળો : માર્કેટમાં લોકોની ભીડ હજુ યથાવત: નિયમોનું થતું ઉલ્લંઘન

અમદાવાદ માર્કેટમાં ભીડ, સોશિયલ ડિસ્ટન્ટનો ભંગ કરતા નગરજનો

અમદાવાદ : શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ગત અઠવાડિયે સપ્તાહના અંતમાં શનિવાર અને રવિવારનું ક્ફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ લોકોની ભીડ હજુ યથાવત જ છે. કોઈપણ પ્રકારની સાવચેતી વગર લોકો બજારમાં માસ્ક વગર ફરી રહ્યા છે.

અમદાવાદના અનેક માર્કેટો એવા છે કે, જ્યાં લોકો રવિવારની રજાને ધ્યાનમાં રાખીને બહાર નીકળતા હોય છે. પરંતુ કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા નથી.

 રવિવારની રજાના દિવસે લોકો બહાર ખાણીપીણી માટે નીકળતા હોય છે. આ સાથે જ લો ગાર્ડન વિસ્તારમાં આવેલી માર્કેટમાંથી ખરીદી પણ કરતા હોય છે. પરંતુ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. કોરોનાના વધતા જતા કેસની વચ્ચે નિયમોના પાલન માટે અનેક જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. તેમ છતાં અનેક લોકો કોરોનાના નિયમોને નેવે મૂકી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

(11:53 pm IST)