ગુજરાત
News of Sunday, 29th November 2020

રાજપીપળા માં કોરોના કેસ વધતા ટાઉન પોલીસે લોકોને કોવિડનું પાલન કરાવવા પાઠ ભણાવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં હાલ વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખી તેમજ ઉપરથી સૂચના મળતા રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા શાક માર્કેટ સહિતની ભીડ વાળી જગ્યાઓ પર કોવિડ જાહેરનામાનું પાલન ન કરતા લોકો પર કાર્યવાહી કરવા માટે ઓપરેશન હાથ ધરાયુ જેમાં ઈન્ચાર્જ પી.આઈ.જે. આર.ગામીત,એલ.આઈ.બી.કોન્સ્ટેબલ શાંતિલાલ સહિતની પોલીસ ટીમે શાક માર્કેટ સહિત મુખ્યબજારોમાં ફ્લેગ માર્ચ કરી કોવિડ-૧૯ ના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરી કોરોનાનું સંક્રમણ ઘટાડવા ટાઉન પોલીસે લોકોને કાયદાનું પાલન કરવાના પાઠ ભણાવ્યા હતા.

(10:09 pm IST)