ગુજરાત
News of Sunday, 29th November 2020

વલસાડ એલસીબીએ ચોરખાનામાં દારુ ભરેલી જીપ પકડી પાડી,પોલીસની વોચ પાસે બુટલેગરો પરાસ્ત

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ : દમણથી આવતા દારૂ પર રોક લગાવવા માટે વલસાડ ડીએસપીએ કડક રૂખ અપનાવ્યો છે જેમની સૂચનાના પગલે વલસાડ એલ.સી.બી.એ પારડી નજીક હાઈ-વે પરથી રૂ. 69000ના દારૂ ભરેલી એક જીભ પકડી પાડી હતી.દારૂબંધી માટે કડક બનેલા ડીએસપી રાજદીપસિંહ ઝાલાની સૂચનાને માર્ગદર્શન મુજબ એલસીબી પી.આઈ. ડી. ટી. ગામીત, હેડ કોન્સ્ટેબલ વિજય માધવરાવ, કોન્સ્ટેબલ મહેન્દ્ર દાન ઝીલુભા, રીતેશ ચીમનભાઈ, હરદેવસિંહ રણજીતસિંહ, સ્વપ્નિલ હેમંતભાઈએ હાઈવે પર વલ્લભ આશ્રમ પાસે નાકાબંધી હાથ ધરી હતી. નાકાબંધી દરમિયાન તેમણે મહિન્દ્રા માર્શલ જીપ GJ 08 D 7036 ને અટકાવી તેની જડતી લેતા તેમાંથી દારૂની 138 બોટલો કિ. રૂ. 69000 ની મળી આવી હતી. જેના પગલે તેમણે જીપમાં સવાર ગીર સોમનાથના સહદેવ સિંહ રાઠોડ અને અલ્પેશ ડાભી ની ધરપકડ કરી હતી. જ્યારે તેમણે દારૂ મંગાવનાર હરદેવસિંહ રાઠોડ, સેલાની અને દારૂ ભરાવનાર વિનય પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે.

(7:50 pm IST)