ગુજરાત
News of Sunday, 29th November 2020

ખોટાં ડેથ સર્ટી. રજૂ કરી દંપતીએ એલઆઇસીમાંથી ૩૮ લાખ પાસ કરાવી દીધા

અમદાવાદ : મણીનગર ઇસ્ટમાં રહેત એક દંપતીએ એલઆઇસીમાંથી ટર્મ ઇન્સ્યોરન્સ લઇ એકબીજાનો ડેથ કલેમ પાસ કરાવી ૩૮ લાખ ખેîખેરી લીધા હતા જા કે વાર્ષિક ઓડીમાં પર્દાફાશ થતાં બંને સામે ગાંધીનગર સેકટર ર૧ માં ગુનો નોîધાયો છે. એલઆઇસીન બ્રાંચ મેનેજર સરોજબેન પુરોહીતે ફરીયાદમાં જણાવ્યું છે કે મણીનગર ઇસ્ટ ખાતે રહેતો પરાગ ચંદ્રકાંત પારેખ એલઆઇસીની રીલીફ રોડ સ્થિત શાખામાં એજન્ટ હતો જેણે જાન્યુઆરી ર૦૧ર માં પોતાના નામે રપ લાખની અમૂલ્ય જીવન-૧ ની ટર્મ ઇન્સ્યોરન્સ પોલીસી લીધી હતી. જે માર્ચ ર૦૧૭ માં જે તેણે ગાંધીનગર ખાતે ટ્રાન્સફર કરાવી હતી. તેના બે મહિના પછી મે ર૦૧૭ માં પરાગની પત્ની મનીષા પારેખ ગાંધીનગર શાખામાં આવી હતી. જેમાં તેણે પતિના મરણના દાખલો રજૂ કરીને ડેથકલેમ કર્યો હતો. એલઆઇસીએ ડોકયુમેન્ટ જાઇને જુન-ર૦૧૭ માં પોલીસીના નિયમ મુજબ ર૪,૯પ,૦પ૩ ચુકવી દછધા હતા બીજી તરફ પતિ પરાગ પારેખે પત્નીનું ડેથ સીર્ટ. રજૂ કરીને અંદાજે ૧૪ લાખ ડેથકલેમ લીધો હતો. અ અંગે ભાંડો ફુટતા ગાંધીનગરમાં થયેલ કલેમ મુદે એલઆઇસી દ્વારા બંને સમે સેકટર-ર૧ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોîધાઇ છે.

(2:48 pm IST)