ગુજરાત
News of Sunday, 29th November 2020

સુરતની કુખ્યાત આસીફ ટામેટાગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ નોંધાતો ગુનો

હત્યા, લૂંટ, ખંડણી સહિત ૩૬ ગુના નોંધાયેલા

સુરત : સુરતની કુખ્યાત આસીફ ટામેટાગેîગ વિરૂધ્ધ ૩૬ ગુના નોîધાયેલા હોય ગુજસીટોક હેઠળ ગુનો નોધી ત્રણ શખ્સોને ઝડપી લઇ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી અન્ય સાગરીતોને ઝડપી લેવા પોલીસે દોડધામ શરૂ કરી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, સુરતમાં કુખ્યાત આસીફ ટામેîટા ગેગ વિરૂધ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી અને ચોરી, એટ્રોસીટી એકટ, હથિયાર સહિતના ૩૬ ગુના નોધાયા છે.

પોલીસે આ ગેગના સરફરાજ, અજય અને સંદીપને ઝડપી લઇ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી અને અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.

(1:34 pm IST)