ગુજરાત
News of Sunday, 29th November 2020

બારડોલી પાસે બસ પલ્ટી જતા ૧પને ઇજા

સુરત : સુરત જિલ્લાના બારડોલી - ગંગાધરા વચ્ચે ભૂસાવળથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ આજે સવારે ખાડીમાં પલ્ટી જતા બાળકો અને મહિલાએ ચિચયરીઓથી રોડ ગૂંઝી ઉઠયો હતો. બસમાં ૧પ જેટલા મુસાફરો પ્રવાસ કરી રહ્ના હતાં. અને તેઓને ઇજા પહોîચી હતી પ જેટલા મુસાફરોને ગંભીર ઇજા હોવાથી સુરતની નવી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યસ ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસ ભુસાવળથી અમદાવાદ મુસાફરોને લઇને નીકળી હતી. વહેલી પરોઢે બારડોલી, ગંગાધરથી પસાર થઇ રહી હતી. તમામ મુસાફરો ભરનિદ્રામાં હતાં. ઘટનાની જણ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી મદદે આવી પહોîચ્યા હતાં. મુસાફરોએ ડ્રાઇવર અને કન્ડકટર ઉપર આરોપ મુકયો હતો કે તેઓ ચાલુ બસે કુદી ગયા હતા અને  નશામાં બસ ચલાવતા હતાં. બાદમાં તેઓ ભાગી છૂટયા હતાં.

(12:26 pm IST)