ગુજરાત
News of Sunday, 29th November 2020

ઝઘડિયા ઓદ્યોગિક વસાહતમાં એશિયન ફાર્મા કંપનીના પ્લાન્ટમાં આગ ભભૂકી

ભરૂચઃ ઝઘડિયા ઓદ્યોગિક વસાહતમાં આવેલા એશિયન ફાર્મા કંપનીના ઈ.ટી.પી.પ્લાન્ટમાં કોઈક કારણોસર આગ લાગી હતી જેના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી

(11:41 pm IST)