ગુજરાત
News of Sunday, 29th November 2020

નર્મદા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે નિલ રાવની નિમણૂક થતા યુવા મોરચામાં ઉત્સાહ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાની ટીમની જાહેરાત થઈ જેમાં નર્મદા જિલ્લા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ નિલ રાવની નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે નિમણુંક થતા ભાજપ યુવા મોરચામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો .નિલ રાવની નિમણુંકની જાહેરાત થતા જ ભાજપ સંગઠન ના યુવાનો એ સફેદ ટાવર ખાતે ફટાકડા ફોડી ઉત્સાહ મનાવ્યો હતો સાથે ફુલહારથી નિલ રાવનું સ્વાગત કરી સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

(11:20 pm IST)