ગુજરાત
News of Friday, 29th November 2019

સુરતમાં જાહેરમાં તલવારથી કેક કાપતો વધુ એક વિડિઓ વાયરલ: પોલીસ કમિશનરના જાહેરનામાનો ફરીવાર ભંગ

વાયરલ વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું અનુમાન

સુરતમાં તલવાર વડે કેક કાપવાની ઘટના અટકતી નથી. સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. તલવાર વડે કેક કાપવા પર પ્રતિબંધ છે. ત્યારે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ યથાવત છે. આ વાયરલ વીડિયોમાં એક સાથે 8 કેક તલવાર વડે કાપવામાં આવી છે.

(12:40 am IST)