ગુજરાત
News of Friday, 29th November 2019

ઉઝબેકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ગુજરાતમાં: કચ્છના સોલાર પ્લાન્ટ -બાગાયતી ખેતી સહિતના મુદ્દે ચર્ચા આણંદના અમુલ પ્લાન્ટની લીધી મુલાકાત : વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી

અમદાવાદ :  ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિ મંડળે કચ્છની એક દિવસીય મુલાકાત લીધી હતી. કચ્છની મુલાકાતમાં પ્રતિનિધિ મંડળે કચ્છના સોલાર પ્લાન્ટ તેમજ બાગાયતી ખેતી સહિતના વિષયો પર ચર્ચા કરી હતી.

               ઉર્જામંત્રી તેમજ પ્રતિનિધિ મંડળ સહિતના મહાનુભાવોએ ડ્રેગન ફ્રુટ અને પપૈયાનો સ્વાદ માણ્યો હતો. તો શંક્કરીયા તેમજ કાકડીના ઉત્પાદનની પણ માહિતી મેળવી હતી. કચ્છમાં ઉત્પાદીત થતી અનેક પ્રોડકટોની વિવિધ દેશોમાં મોટા પાયે નિકાસ પણ થઈ રહી છે. અદાણી જુથની મુન્દ્રા સોલાર ફોટો વોલ્ટેઈક લિ.દ્વારા સોલાર પેનલ યુનિટનું ઉત્પાદન થતું હોવાથી આ પ્રતિનિધિ મંડળે પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

              આણંદ ખાતે અમુલ પ્લાન્ટની મુલાકાતે ઉઝબેકિસ્તાનનું ડેલિગેશન આવી પહોંચ્યું છે. 6 અધિકારીઓનું ડેલિગેશને અમુલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને અમુલ પ્લાન્ટની વિવિધ કામગીરી વિષે માહિતી મેળવી હતી

             અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા હતા. જ્યાં વિવિધ એમઓયુ થયા હતા જેને લઈને 6 અધિકારીઓનું ડેલિગેશ અમુલ પ્લાન્ટની મુલાકાતે આવ્યું હતું.

(8:28 pm IST)