ગુજરાત
News of Friday, 29th November 2019

સુરત: સાઉદી અરેબિયાના વિઝા અપાવાવના બહાને 45 લાખની ઠગાઈ આચરવાના કેસમાં ટ્રાવેલર્સ સંચાલકના જામીન અદાલતે રદ કર્યા

સુરત: શહેરમાં સાઉદી અરેબીયાના વિઝાના નામે 136 જેટલા લોકો પાસેથી નાણાં પડાવી 49 લાખની ગુનાઈત ઠગાઈ કેસમાં  વધુ એક આરોપી ટ્રાવેર્લ્સ સંચાલકના જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ વિવેક એમ.મપારાએ નકારી કાઢી છે.

શાહપુર માછલીપીઠ ખાતે રહેતા ફરિયાદી મસુર મોમ્બાસાવાલાએ આલે રસુલ ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના સંચાલક અઝીમ સૈયદ,મુન્નાવર,નઈમ સૈયદ વગેરે વિરુધ્ધ સાઉદી અરેબિયાના વિઝાના નામે બુકીંગ મેળવી ફરિયાદી સહિત અન્ય 136 જેટલા લોકો સાથે કુલ રૃ.49 લાખની ગુનાઈત ઠગાઈના કારસા અંગે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી  હતી.

(5:40 pm IST)