ગુજરાત
News of Friday, 29th November 2019

વડોદરાના કોઠી ચાર રસ્તા નજીક પુત્રની લગ્નની ખરીદી માટે ભેગા કરેલ 3.56લાખની મતાને ચાર ગઠિયાએ નિશાન બનાવી ચોરી કર્યા: ફરિયાદના આધારે તપાસ શરૂ

વડોદરા: શહેરના કોઠી ચાર રસ્તા પાસે ગવર્મેન્ટ પ્રેસની સામે શ્રીરામ કોમ્પલેક્સમાં રહેતા પરિવારના બંધ મકાનમાંથી ચોર ટોળકી ૩.૫૬ લાખ રૃપિયાની કાર લઇને આવેલી ચોરટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેના આધારે કારેલીબાગ પોલીસે આરોપીઓની  શોધખોળ હાથ ધરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, શ્રીરામ કોમ્પલેક્સમાં રહેતા રમેશ કિશનભાઇ કહાર સયાજી હોસ્પિટલમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. રમેશ કહારના પુત્રનું લગ્ન હોય ઘરમાં રોકડા રૃપિયા લગ્નની ખરીદી માટે મુકી રાખ્યા હતા. ગઇકાલે રમેશ કહાર શ્રીરામ કોમ્પલેક્સવાળા મકાનને તાળુ મારી ખરીદી કરવા ગયા હતા અને ત્યાંથી પાણીગેટ કહાર મહોલ્લામાં આવેલા તેમના બીજા  મકાને ગયા હતા. ત્યારબાદ તેઓ કહાર મહોલ્લામાં જ રોકાઇ ગયા હતા. રાત્રિ દરમિયાન ચોરટોળકીએ તેમના મકાનના તાળા તોડી બેડરૃમની તિજોરીમાં મૂકેલી સોનાની ચેઇન, ચાંદીની લકી, તથા રોકડા ૩.૨૩ લાખ રૃપિયા ચોરી ગયા હતા. તેમજ તેમની પાડોશમાં રહેતા અર્પણાબેન ઠાકુરના ઘરમાંથી પણ ચોરી થઇ હતી. જે અંગે રમેશ કહારે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:40 pm IST)