ગુજરાત
News of Friday, 29th November 2019

વિરમગામ નગરપાલીકા ખાતે પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

વિરમગામના નગરજનોએ સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લઇને મહિતી અને યોજનાકીય લાભ લીધો

વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં શુક્રવારે પાંચમા તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ મહેમાનોના વરદહસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો

 . આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, નગરપાલીકાના પ્રમુખ રીનાબેન પંડ્યા, ચીફ ઓફિસર વિનોદભાઇ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ, મહામંત્રી હિતેશભાઇ મુનસરા, મોતીસિંહ ઠાકોર, ડૉ.દિવ્યાંગભાઇ પટેલ સહિત વિવિધ વિભાગોના સરકારી અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામના નગરજનોએ સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લઇને વિવિધ સરકારી વિભાગોની યોજનાઓ અંગે માહીતી મેળવી હતી.

  સેવાસેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ, માઁ વાત્સલ્ય કાર્ડ, આઘાર કાર્ડ, વૃધ્ધ પેન્શન, જન્મ મરણના દાખલા, આવકના દાખલા, મામાલતદારશ્રી ના આવકના દાખલા વગરે અનેક યોજનાઓનો લાભાર્થીઓએ લાભ અને માહિતી મેળવી હતી.

 અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે પાંચમા તબક્ક્ના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારશ્રીની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે, પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુ (તબક્કો 5) અંતર્ગત વિરમગામ શહેરમાં નગરપાલીકા ખાતે શુક્રવારે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

(1:10 pm IST)