વડોદરામાં મિત્ર સાથે વાહન ચલાવતા શીખતી સગીરા સાથે ત્રણ યુવકોએ હેવાનિયત આચરી
સગીરાના મિત્રને માર મારીને સામુહિક દુષ્કર્મ ગુજાર્યું : રાવપુરા પોલીસ મથકે વાતાવરણ તંગ : આરોપીના સ્ક્રેચ બનાવવા તજવીજ
વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મનો બનાવ બહાર આવતા ફીટકારની લાગણી વરસી છે પોલીસ મથકે તંગ વાતાવરણ વચ્ચે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા છે અને આરોપીને ઝડપી પાડવા તેના સ્ક્રેચ બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે
આ અંગે મળતી વિગત મુજબ વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં સગીરા પર યુવકોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ લાગ્યો છે. સગીરા પોતાના મિત્ર સાથે વાહન ચલાવતા શીખી રહી હતી. ત્યારે ત્રણ યુવકો આવ્યા હતા. અને સગીરાના મિત્રને માર માર્યો હતો. તેમજ સગીરાને લઈ જઈને સામુહિક દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ લાગ્યો છે.
આ ઘટનાની જાણ થતા રાવપુર પોલીસ સ્ટેશન પાસે વાતાવરણ તંગ જોવા મળ્યુ હતું અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બીજીતરફ પીડિતા સગીરાને સયાજીરાવ હોસ્પિટલ ખસેડાઈ છે. રાવપુરા પોલીસે ફરાર યુવકોને ઝડપી પાડવા માટે સ્કેચ બનાવવાની પણ તજવીજ હાથ ધરી છે.