ગુજરાત
News of Thursday, 29th November 2018

રાજ્યમાં ટેકાના ભાવે 4,30 લાખ કવીન્ટલ મગફળીની ખરીદી

અમદાવાદ :ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ૧૫થઈ૨૮ નવેમ્બર દરમિયાન વિવિધ કેન્દ્રો પરથી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામા આવી હતી. જે મુજબ રાજ્યના ૨૧૪૫૦ ખેડુતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ ૫ હજાર રૂપિયાના ભાવે ૪.૩૦ લાખ ક્વિન્ટલ મગફળી ખરીદવામા આવી છે. હવે સરકાર અડદ અને મગની પણ ટેકાના ભાવે ખરીદી કરશે. જે માટે ૧લી ડિસેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે.

(9:25 pm IST)