ગુજરાત
News of Thursday, 29th November 2018

ગાંધીનગરમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મરાયો: દાગીના લૂંટી વિડીયો બનાવનાર 15 વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:ના સાદરાથી ગૂજરાત વિદ્યાપીઠમાં શિબીરમાં આવેલા યુવકનું અપહરણ કરીને પાઈપથી ઢોર માર મારમારા શખ્સ અને તેના ૧૫ સાથીદારો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એકાદ વર્ષ અગાઊ આરોપી યુવતી સાથે હોસ્ટેલમાં આવતા  પકડાઈ ગયો હતો. આથી તેને અને યુવતીને હોસ્ટેલમાંથી કાઢી મકાયા હતા. જેની અદાવત રાખીને તેણે હુમલો કરીને યુવકનો વિડીયો ઉતારી લીધો હતો.

 બનાવની વિગત મુજબ  ગાંધીનગરના સાદરામાં રહેતો અને માસ્ટર ઓફ ફીઝીકલ એજ્યુકેશનમાં અભ્યાસ કરતો દેવપાલ સારલા (૨૪) ૨૨ નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન આશ્રમ રોડ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠમાં એક શિબીરનું આયોજન કરાયું હોવાથી સાદરા હોસ્ટેલમાં રહેતા અન્ય ૧૫ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સાથે આવ્યો હતો.

 ૨૪ નવેમ્બરના રોજ દેવપાલ સાથે આવેલા નિલય પટેલનો બર્થડે હોવાથી તમામ યુવકો કેક કાપવા માટે વિદ્યાપીઠ સામે રિવરફ્રન્ટ ગયા હતા. જોકે દેવપાલ મોડુ થતા વિદ્યાપીઠ સામેથી ચાલતા રિવરફ્રન્ટ તરફ જઈ રહ્યો હતો.

(5:24 pm IST)