ગુજરાત
News of Thursday, 29th November 2018

વડોદરામાં ૨૧-૨૨ ડીસેમ્બરે મહિલા ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન

અમદાવાદ તા.૨૯: પ્રદેશ ભાજપા મીડિયા સેલની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા સાત મોરચાઓની રાષ્ટ્રીય અધિવેશન રાષ્ટ્રના જુદા જુદા રાજયોમાં યોજાઇ રહ્યા છે. ગુજરાત રાજયની ગૌરવશાળી ભૂમિ પર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન તા.૨૧-૨૨ ડીસેમ્બરના રોજ યોજાશે. ભાજપા મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન અડાલજ સ્થિત ત્રિદેવ મંદિર આજે આયોજિત કરવામાં આવશે. રાષ્ટ્રનાં જુદા જુદા રાજયોમાંથી મહિલા શકિત રાષ્ટ્રીય અધિવેશન થકી સશકત મહિલા-સશકત ભારતનો નારો ગુંજતો કરાશે.

ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી માટે શ્રી કમલમ્ કાર્યાલય ખાતે જુદાં જુદા વ્યવસ્થાના વિભાગોની અગત્યની બેઠક મળી પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયા અને મહિલા પ્રદેશ પ્રમુખ ડો. જયોતિબેન પંડયાએ માર્ગદર્શન આપ્યું હતું.

ભાજપાના પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણિયાએ અધિવેશનને સફળ બનાવવા અને વ્યવસ્થા ઇન્ચાર્જને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના આંગણે સમગ્ર રાષ્ટ્રની નારી શકિતને એકત્રિત કરવાના કેન્દ્રિય ભાજપાના નિર્ણયને આવકારતા ગુજરાતની કાર્યકરોની ટીમને સફળતાના મંત્ર સાથે કાર્યરત થવાં હાંકલ કરી હતી. મહિલા અધિવેશન સુચારૂ આયોજન માટે રપ જેટલા વ્યવસ્થા વિભાગો બનાવવામાં આવ્યા છે.(૧.૫)

 

(11:41 am IST)