ગુજરાત
News of Thursday, 29th October 2020

ખેડૂતની આત્મહત્યાના કેસમાં વ્યાજખોરની પત્નીની ધરપકડ

ખેડૂતના આપઘાત કેસમાં આરોપી છે : ગંગસ્ટર અને વ્યાજખોર હાર્દિકની પત્ની વ્યાજના પૈસાની કડક ઉઘરાણી કરતી હોઈ ખેડૂતે આત્મહત્યા કરી હતી

સુરત,તા.૨૯ : સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા ખેડૂતે જે જમીન વેચી હતી તેના રૂપિયા બિલ્ડર આપતો હોવા સાથે વ્યાજે લીધેલા રૂપિયાના મામલે વ્યાજખોર મહિલાના ત્રાસથી ગળે ફાસો ખાઈને આપઘાત કરનાર ખેડૂતે સુસાઇટ નોટમાં લખેલી વિગતનાં આધારે પોલીસે ગુનો નોંધ્યા બાદ આખરે બિલ્ડર અને ગેંગસ્ટની વ્યાજખોર પત્નીની પોલીસે ધરપકડ કરી છે. સુરતના જહાંગીરપુરા સુંદર વન સોસાયટીમાં રહેતા ખેડૂત અને વાન ચલાવી ગુજરાત ચલાવતા કિરીટ પટેલે ગત તારીખ ૧૯મી સપ્ટેમ્બરે પોતાના ઘરમાં પંખા સાથે દુપટો બાંધીને ફાંસો ખાઇ લીધો હતો જોકે ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. જોકે ખેડૂત કિરીટેભાઈએ સુર્યા મરાઠીની હત્યા કરનાર ગેંગસ્ટર હાર્દિકની પત્ની નયના પાસેથી વ્યાજે નાણા લીધા હતા. નાણાની નયના કડક ઉઘરાણી કરતી હતી. હાર્દિકની પત્નીએ તારે જે કરવું હોય તે કર દવા પીવી હોય તો પી જા હું ઉભા ઉભા પૈસા કઢવાવાની' હોવાનું કહ્યું હતું.

જ્યારે મરનારા કિરીટ પટેલે વેડ રોડના બિલ્ડર મગન દેસાઇને વેચેલી જમીનના નાણા બિલ્ડરે નહીં આપતા તે આર્થિક ભીંસમાં આવી જતા બંને લોકોના ત્રાસને લઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે અપઘાત બાદ પોલીસે તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જોકે પોલીસે મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી ત્યારે બીજી તરફ મરનાર ખેડૂત કિરીટની પત્નીએ જહાંગીરપુરા પોલીસે ગેંગસ્ટર હાર્દિકની વિધવા નયના પટેલ  અને બિલ્ડર મગન વેલજી દેસાઇ વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. બંને આરોપીઓએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી પોલીસમાં હાજર થતાં પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ જામીન પર મુક્ત કર્યા હતા.

(7:42 pm IST)