ગુજરાત
News of Thursday, 29th October 2020

સુરતના ડિંડોલી વિસ્તારમાં દેવું વધી જતા 31 વર્ષીય યુવાને ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલા હરિદ્વાર નગરમાં રહેતા 31 વર્ષીય જીતેન્દ્રભાઈ સુભાષભાઈ જગદેવ બુધવારે રાત્રિના ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. નોંધનીય છે કે જીતેન્દ્રભાઈ મૂળ મહારાષ્ટ્રના ધૂલીયા ના વતની હતા તેમને બે સંતાન છે. તે પરિવારનું ભરણપોષણ કરવા માટે પાટીદાર માટે પાણીના પ્લાન્ટમાં ટેમ્પો ચલાવે છે અને સાથે છૂટક કામકાજ પણ કરે છે. જોકે તેમને માથે દેવું થઈ જતા સતત માનસિક ટેન્શન અનુભવતા હતા જેના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)