ગુજરાત
News of Thursday, 29th October 2020

રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જમીંનના ખાતમૂર્તમાં દારૂથી અભિષેક કરવામાં આવતા અરેરાટી

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓનું ગત તા.૨૫ ઓક્ટોબરનાં રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે ડેડિયાપાડાના બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ અને ડેડિયાપાડાના માજી વનમંત્રી   મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન સહિત કોંગ્રેસના અન્ય આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યાં  હતાં.

દરમિયાન રસ્તાનું ભૂમિપૂજન ખાખરાના પાનનો પડિયો બનાવી તેમાં દારૃ ભરી દારૃથી અભિષેક કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. તા.૨૫ના રોજ બનેલી આ વિવાદાસ્પદ ઘટનાના પગલે તેના રાજકીય મોરચે ઘેરા પડઘા પડયા છે. બે દિવસ બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લામાં આવવાના છે તે પૂર્વે જ આવી ઘટનાથી રાજકીય મોરચે દોષારોપણ પણ શરૃ થઇ ગયા છે.

(5:40 pm IST)