વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં એડવોકેટ પિતાએ ઘર કંકાસમાં દીકરી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ
વડોદરા:શહેરના પ્રતાપનગર વિસ્તારમાં એડવોકેટ પિતાએ ઘર કંકાસમાં વીડિયો શૂટિંગ કરવા મામલે દીકરીને ચાકુ હુલાવતા મામલો નવાપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે એડવોકેટ પિતા વિરૂધ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવાપુરા પોલીસ મથકે તેણે પિતા વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પિતા અવારનવાર માતા તથા ભાઈ સાથે ઝઘડો કરી મારઝુડ કરતા હોય અગાઉ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પણ પરિસ્થિતિ સુધરી નથી.
ગઈકાલે પિતા તેમની માતા એટલે કે મારી દાદી પાસે મમ્મી વિરુદ્ધ બોલવા માટે દબાણ કરી વિડિયો સૂટ કરતા હતા જેથી મેં પણ તેમનું વિડીયો શુટીંગ કરતાં તેઓએ ઉશ્કેરાઈ જઈ વાળ પકડી" તું મારો વિડીયો કેમ ઉતારે છે "તેમ કહી માર માર્યો હતો અને ફોન આંચકી જમીન પર પછાડ્યો હતો. જેથી હું ફોન લેવા જતા પિતાએ ચાકુ મારા હાથ નીચે મારી દીધું હતું. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવતા પિતા ચાકુ ફેકી નાસી છૂટયા હતા. ઇજાગ્રત દીકરીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાઇ હતી.