ગુજરાત
News of Thursday, 29th October 2020

કેશુભાઇ નિધનથી ગુજરાતને મોટી ખોટઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ, તા, ૨૯: પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થતા શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી જણાવેલ ગુજરાત માટે તેલનું અનન્ય યોગદાન રહયું છે.  તેમના જીવનકાળમાં તેમણે પ્રજા ઉપયોગી અનેક કાર્યો કરેલ. તેઓ કુશળ સંગઠક અને પ્રભાવી શાસક હતા. તેમની કોઠા સુઝ ગજબની હતી. તેમના નિધનથી ગુજરાતને કદી ન પુરાય તેવી ખોટ પડી છે.

(3:32 pm IST)