ગુજરાત
News of Thursday, 29th October 2020

લીંબડી અને મોરબીની જાહેરસભામાં મુખ્યમંત્રી રૂપાણી અને સી.આર.પાટિલ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરાયા

કોંગ્રેસનો કારમો પરાજય નિશ્ચિતઃ ગળથુથીમાં નૈતિકતાના મૂલ્યો નથીઃભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારીનો પર્યાય

અમદાવાદ,તા. ૨૯: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં જનતા કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેવાની છે, કોંગ્રેસનો કારમો પરાજય નિશ્યિત છે, કોંગ્રેસ પણ પોતાની હાર ભાળી ચૂકી છે, તેની પાસે કોઈ મુદ્દો નથી. ગુજરાતમાં જનતાના આશીર્વાદથી ભાજપાની પૂર્ણ બહુમતીની સ્થિર સરકાર છે અને મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે કે, આવનાર ચૂંટણીમાં પણ મતદારો ભાજપને સમર્થનમાં મતદાન કરીને સરકારને વધુ મજબૂતી આપી રાજયની વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપશે.

મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લીંબડી અને મોરબી ખાતે જાહેરસભાઓને સંબોધન કર્યું હતું તેમજ સામાજિક અગ્રણીઓ તથા વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ અને બુદ્ઘિજીવીઓ સાથેની બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જાહેરસભાને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ આજે તેના પૂર્વ ધારાસભ્યોને પક્ષપલટુ કહી રહી છે, આ એ જ કોંગ્રેસ છે જેણે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા શંકરસિંહ વાદ્યેલાને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા બનાવ્યા, આ એ જ કોંગ્રેસ છે જેણે બાબુભાઇ જસભાઈ પટેલના નેતૃત્વની સરકાર તોડી હતી

કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ કાઙ્ખંગ્રેસના નેતૃત્વની નિષ્ફળતાના કારણે, અંદરોઅંદરના તીવ્ર જૂથવાદને કારણે, કોંગ્રેસની ફકત એક પરિવારની ભકિત કરવાની પરંપરાને કારણે કોંગ્રેસથી પોતાને અલગ કર્યા છે અને આ ચૂંટણી આવી છે. કોંગ્રેસની ગળથુથીમાં નૈતિકતાના મૂલ્યો રહ્યા નથી, મહાત્મા ગાંધીની કોંગ્રેસ કયારની ખતમ થઈ ચૂકી છે, રાહુલ ગાંધીની કોંગ્રેસ બની ચુકી છે, કોંગ્રેસ ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારીનો પર્યાય બની ચુકી છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નહેરૂએ વર્ષો પહેલા શ્નઆરામ હરામ હૈલૃ, એવું કહેલું પણ ત્યારબાદ દેશમાં રોજગારી માટે કાંઈ કર્યું નહિ, સૂત્ર આપીને પોતે આરામ જ કર્યો અને દેશમાં બેરોજગારીનો દર વધ્યો. કોંગ્રેસે વર્ષો સુધી ધર્મ-સંપ્રદાયોમાં, જ્ઞાતિ-જાતિમાં ઝગડા કરાવી, વર્ગ વિગ્રહ ઉભા કરાવી, વોટબેંકનું રાજકારણ કરી સત્ત્।ામાં આવી દેશને લૂંટવાનું કામ જ કર્યું છે. ગુજરાતની શાણી જનતા તો આ કોંગ્રેસને સુપેરે ઓળખી ગઈ છે એટલે જ ૨૫ વર્ષથી તેને સત્ત્।ાથી દુર રાખી છે. ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર ગઈ અને ગુજરાતની ઐતિહાસિક વિકાસયાત્રા શરૂ થઈ. આજે ગુજરાત દેશનું સૌથી વધુ રોજગારી આપતું રાજય અને સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજય છે, તમામ ક્ષેત્રે ઉચ્ચ સુવિધાઓથી સજ્જ છે, ગુજરાત આજે રમખાણ મુકત બન્યું છે, રાજય શાંતિ અને સલામતીનું વાતાવરણ છે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાશનમાં ગુંડાઓ અને લુખ્ખાઓ કોંગ્રેસના મંત્રીઓના નિવાસસ્થાને આશરો લેતા હતા, કોઈ નાગરિક પોતાને સલામત મહેસુસ નહતો કરી શકતો. આજે 'ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે'ના સંકલ્પ સાથે રાજય સરકારે નવા કડક કાયદાઓ બનાવ્યા છે. કોંગ્રેસના દિશાહીન શાસનને કારણે, કોંગ્રેસના લુલા કાયદાઓને કારણે રાજયના ગરીબ, મધ્યમવર્ગ, ખેડૂતો તેમજ શહેરના નાગરિકોની સંપત્ત્િ।ઓ ભૂમાફિયાઓ પચાવી પાડતા હતા. રાજયની ભાજપ સરકારે માફિયાઓ સામે કડક કાયદો લાવી, નિર્દોષ માણસની સંપત્ત્િ। કોઈ હડપ ન કરી જાય તેની ચિંતા કરી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓના આ ઉર્જા અને ઉત્સાહથી સ્પષ્ટ છે કે આ ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય અને કોંગ્રેસની કારમી હાર નિશ્યિત છે. કોંગ્રેસની આજની પરિસ્થિતિ માટે કોંગ્રેસ પોતે જવાબદાર છે. કોંગ્રેસની આ જ પધ્ધતિ રહી છે કે, ચૂંટણી ટાણે જનતાને ભ્રમિત કરી, જૂઠા વાયદાઓ આપી, લાલચ આપી મત લેવા અને સત્ત્।ામાં આવ્યા પછી ગાયબ થઈ જવું, કયારેય જનતા વચ્ચે આવવું નહીં, ફકત દેશને લૂંટવાનું કામ કરવું, માટે જ કોંગ્રેસ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે અને એક સમયની અતિ મજબૂત કહેવાતી કોંગ્રેસ આજે ટાઇટેનિકની જેમ ડૂબતું જહાજ બની ચુકી છે.

(9:18 am IST)