ગુજરાત
News of Thursday, 29th October 2020

રાજપીપળા એસટી ડેપોના પોઇચા બ્રિજ પરથી કુદેલા ડ્રાઈવરનો ત્રીજા દિવસે પોઇચાથી જ મૃતદેહ મળ્યો

પોઇચા આરોગ્ય કેન્દ્ર પર ડ્રાઈવરનું પી.એમ.કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોપાયો: ડ્રાઈવરે ક્યાં કારણોસર આ પગલું ભર્યું એ રહસ્ય હજુ અકબંધ હોય રાજપીપળા પોલીસ તપાસ ચલાવી રહી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા આશિશ રણછોડભાઈ મુંડવાલા (રહે. સંતરામપુર જી.મહીસાગર) એ બે દિવસ પહેલા પોતાની રાજપીપળા ડેપોની ફરજ પુરી કર્યા બાદ પોઇચા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લાગવી હતી ત્યારબાદ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ તેની સતત બે દિવસ શોધખોળ કરવા છતાં તેનો મૃતદેહ મળ્યો ન હોય આજે ત્રીજા દિવસે પોઇચા નર્મદા નદીમાંથી જ અશિસનો મૃતદેહ મળતા પોઇચા આરોગ્ય કેન્દ્રમાં તેનું પી.એમ.કર્યા બાદ તેના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવાયો હતો.અશિસે આ પગલું કેમ ભર્યું એ રહસ્ય હજુ અકબંધ છે. રાજપીપળા પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.

(10:20 pm IST)