ગુજરાત
News of Thursday, 29th October 2020

વેબસાઈટ પર ઇન્કવાયરી કરનાર ગ્રાહકો સાથે ઠગાઈ કરતા અમદાવાદનો ભેજાબાજ ઝડપાયો

સાયબર ક્રાઈમ ટીમે ગઠિયાને દબોચી લીધો :ગોધરાના યુવક સાથે ઠગાઈ કરી હતી

ગોધરા: ઓનલાઈન સ્પેરપાર્ટ્સ વેચતી વેબસાઈટ પર ઇન્કવારયી કરનાર ગ્રાહકો સાથે ઠગાઈ કરતા ગઠિયા ને ઝડપી પાડ્યો એસીના સ્પેરપાર્ટ્સ વેબસાઈટ મારફતે વેચવાનું જણાવી છેતરપીંડી કરતો અમદાવાદનો ભેજાબાઝ ઝડપાયો છે ગોધરા સાયબર ક્રાઈમ ટીમે કરી ભેજાબાઝની ધરપકડ, કરી છે

 ગોધરાના એક યુવક પાસેથી ઓનલાઈન સ્પેરપાર્ટ્સ માટે ગુગલ પે મારફતે નાણાં મેળવી   છેતરપીંડી કરી હતી ગોધરા ના યુવક સાથે રૂપિયા 35000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરતા પોલીસે રૂપિયા 25 હજાર રોકડા સાથે કરી ધરપકડ કરી હતી

(9:07 pm IST)