ગુજરાત
News of Thursday, 29th September 2022

એમ્પાવર ફોર ગ્રેટનેસ (EFG) વુમન ક્લબ ઓફ વિરમગામ ગૃપ દ્વારા સદગુરૂ વૃધ્ધાશ્રમ અશોકનગરમાં વડિલો સાથે ગરબા

મહિલાઓએ વડીલોને ભેટમા વસ્ત્રો આપી ભોજન લઈને આશિર્વાદ પ્રાપ્ત કર્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : નવરાત્રીના પાવન પર્વના ત્રીજા દિવસે એમ્પાવર ફોર ગ્રેટનેસ (EFG ) વુમન ક્લબ ઓફ વિરમગામ ગૃપની મહિલાઓ દ્વારા સદગુરૂ વૃધ્ધાશ્રમ અશોકનગરની મુલાકાત લેવામાં આવી હતી. વુમન્સ ક્લબ ઓફ વિરમગામ ગ્રુપની મહિલાઓએ વૃદ્ધાશ્રમના વડીલો સાથે ગરબે રમ્યા અને વડીલોને ભેટમા વસ્ત્રો આપ્યા હતાં. મહિલાઓએ વડીલો સાથે ભોજન લઈને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા

(6:28 pm IST)