ગુજરાત
News of Thursday, 29th September 2022

ભુજ ખાતે યોજાયેલ એથ્લેટીકસ સ્પર્ધામાં ૧૧ ગોલ્ડ મેડલ, ૦૯ સિલ્વર મેડલ અને ૧૩ બ્રોન્ઝ મેડલ

સાથે દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓ વિજેતા

ઉના તા. ૨૯ ભુજ ખાતે તારીખ ૨૬-૦૯-૨૦૨૨ થી ૨૮-૦૯-૨૦૨૨ દરમ્યાન ત્રણ દિવસ સૂર્યા વરસાણી સ્પોર્ટ્સ એકેડેમી-ભુજ દ્વારા આયોજિત એથ્લેટીકસ સ્પર્ધા તથા સ્વીમીંગ સ્પર્ધામાં વિવિધ આઠ જેટલી શૈક્ષણિક સંસ્થાઓનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંસ્થાના ચેરમેન શ્રી વિશ્રામભાઈ વરસાણી (સિસલ્સ)ની પ્રેરણાથી શ્રી ટ્રસ્ટીશ્રી આર.એસ.હિરાણી, શ્રી જાદવભાઈ પટેલ તથા સ્પોર્ટ્સ કોચ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

આ સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ SGVP–દ્રોણેશ્વરની માતુશ્રી આર.ડી.વરસાણી કુમાર અને કન્યા વિદ્યાલય નાં ૫૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ૧૧ ગોલ્ડ મેડલ, ૦૯ સિલ્વર મેડલ અને ૧૩ બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને ગુરુકુલ નું ગૌરવ વધાર્યું છે. આફ્રિકા સત્સંગ વિચરણ કરતાં SGVP સંસ્થાના અધ્યક્ષ  પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. સાથે વિદ્યાર્થીઓને સારી રીતે તૈયાર કરનાર સ્પોર્ટ્સ ટીચર અનિલભાઈ બાંભણિયા, વિશાલભાઈ રાઠોડ, મોનિકાબેન સેલિયા તથા શિલ્પાબેન વગેરે શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા છે.                                      

(1:05 pm IST)