ગુજરાત
News of Thursday, 29th September 2022

બદ્રિ-કેદારનાથની નિર્વિઘ્ને પદયાત્રા કરી, હરિદ્વાર ગંગાને કિનારે યજ્ઞ કર્યા બાદ SGVP ગુરુકુલ પાછા ફરતા

પદયાત્રીઓનું સંતો અને ઋષિકુમારોએ મંત્રગાન સાથે કરેલ ભવ્ય સ્વાગત

અમદાવાદ તા.૨૮  કુદરતી અનેક આફતો જેવી કે હિમાલયમાં સતત વરસાદ, પહાડ ઉપરથી વારંવાર પત્થરોનું પડવું, રાતે કાતિલ ઠંડી, દિવસે ગરમી, આવી અનેક કઠિન પરિસ્થિતિમાં SGVP ગુરુકુલના સંતો સર્વશ્રી ગૌશાળા-ફાર્મસી વિભાગમાં સેવા કરતા માધવચરણદાસજી સ્વામી, ભકિતપ્રિયદાસજી સ્વામી, ઋષિકેશદાસજી સ્વામી, શામજી ભગત, વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરથી જયેન્દ્રપ્રસાદજી સ્વામી, ઋષિકેશના શ્રી સચ્ચિદાનંદજી સરસ્વતીજી, અશ્વિનભાઇ દુધાત, પરબતભાઇ પરમાર, ઋષિકુમારો તુષાર વ્યાસ, સહજ ખુંટ, ચિરાગ જોષી, આશુતોષ મહેતા, ભાવિન ત્રિવેદી, અજય મહારાજ, મુકેશભાઇ વગેરે સંતો  ઋષિકુમારો સહિત ૧૬ હરિભકતો શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી બદ્રિનાથ કેદારનાથની ૪૭૫ કિલોમીટર પગપાળા યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ કરી, ઋષિકેશમા ગંગાને કિનારે વિષ્ણુયાગ કર્યા બાદ ગુરુકુલ પાછા પધારતા ગુરુકુલના કોઠારી, અન્ય સંતો તથા ઋષિકુમારોએ પદયાત્રીઓને હાર પહેરાવી વેદના મંત્રોના ગાન સાથે  પદયાત્રીઓનું સ્વાગત કર્યુ હતું.-            

(1:01 pm IST)