સાગબારા તાલુકાની વિધવા મહિલા સાથે ભુવાએ ઈલાજના નામે શારીરિક અડપલાં કરતાં ચકચાર
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાગબારા તાલુકાના ચીમ્બાપાણી ગામની મહિલા સાથે તાંત્રિક વિદ્યા થી ઈલાજ કરવાના બહાને વિધવા મહિલા સાથે નદીના પાણીમા બેસાડી કુટુંબીજનો ને દૂર મોકલી દઈ શારીરિક અડપલા કરી,દુષ્કૃત્ય કરનાર ડાબકા ગામના ભુવા સામે સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
તારીખ 18/9 ના રોજ સાગબારા તાલુકાના ચીમ્બાપાણી ગામની મહિલાને માનસિક અસ્વસ્થ હોવાથી સસરા અને દિયર ડાબકા ગામના તાંત્રિક ભુવા ઉતરિયાભાઈ કોટવાળિયાભાઈ પાસે ઈલાજ માટે લઈ સિમ ના ખેતર મા રહેતા ભુવા ને ત્યાં પોહ્નચ્યાં હતા.ત્યાં ભુવા એ ઈલાજ માટે નદી કિનારે જવું પડશે તેમ કહી કુટુંબીજનો ને દૂર મોકલી દઈ મહિલાને પોતાની પાસે નદી ના પાણી બેસાડી વાળ પકડી માથું નદીમા ડુબાડી શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા આ બાબત ની જાણ મહિલા એ પોતાની માતા ને કરતા આરોગ્ય કેન્દ્ર ઉપર પૂરતી તપાસ કરાવ્યા બાદ હવસખોર ભુવા સામે કાયદેસર ની કાર્યવાહી કરવા ઉમરપાડા ના આરોગ્ય કેન્દ્ર ઉપર થી આરોપી સામે ફરિયાદ કરાઈ છે.