News of Wednesday, 29th September 2021
રાજ્યના 100 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ : સૌથી વધુ ડાંગના આહવામાં 3 ઈંચ વરસાદ
ગણદેવી, હાંસોટ, વાંસદા, વડોદરામાં 2.2 ઈંચ ,વઘઈ અને સુરતના મહુવામાં 1.8 ઈંચ વરસાદ
અમદાવાદ : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 100 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ડાંગના આહવામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત ગણદેવી, હાંસોટ, વાંસદા, વડોદરામાં 2.2 ઈંચ તેમજ વઘઈ અને સુરતના મહુવામાં 1.8 ઈંચ વરસાદ વરસ્યો છે
(9:32 pm IST)