ગુજરાત
News of Tuesday, 29th September 2020

રાજપીપળા નજીકના ભદામની કરજણ નદીમાં તણાયેલા બાળકો પૈકી એકનો મૃતદેહ હજુ મળ્યો નથી

ભરૂચ એન.ડી.આર.એફ.રાજપીપળા ફાયર, મિત ગ્રુપના યુવાનો સહિત તરવૈયાઓએ ઘણી શોધખોળ બાદ પણ એક બાળકનો ક્યાંયે પત્તો ન લાગતા પરિવાર ચિંતિત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના ભદામ ગામની કરજણ નદીમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી શુભમ અને અમર નામના બાળકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા બાદ રાજપીપળા ફાયર ટિમ,મિત ગ્રુપના યુવાનો સહિત આખરે ભરૂચની એન ડી આર એફ ટિમ પણ બાળકની શોધખોળ માટે આવી જેમાં ત્રીજે દિવસે એક બાળકનો મૃતદેહ મળ્યો હતો પરંતુ અઠવાડિયું થયા બાદ પણ હજુ બીજા બાળકનો કોઈજ પત્તો લાગ્યો ન હોવાથી પરિવારજનો માં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.
 જોકે પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ત્રણેક દિવસ સુધી ભરૂચ એન ડી આર એફ ની ટીમે પણ બીજા બાળક ને શોધવા પ્રયાસ કર્યો છતાં ક્યાંયે ભાળ ન મળતા ટિમ પરત ફરી હતી.જ્યારે ભદામ ગામના સરપંચ ના જણાવ્યા મુજબ બીજો બાળક પાણીના પ્રવાહ માં દૂર ક્યાંક ખેંચાઈ ગયો હોઈ શકે હાલ તો એકજ બાળક નો મૃતદેહ મળ્યો છે.

(5:06 pm IST)