ગુજરાત
News of Tuesday, 29th September 2020

વાપી નજીક હાઇવે પર ટેન્કરમાંથી ગેસ લીકેજ : અફરાતફરીનો માહોલ

ગેસ લીકેજ ને કારણે વાહન ચાલકોને આંખોમાં બળતરા જેવી તકલીફો થઇ

દક્ષિણ ગુજરાતમાં વાપી નજીક હાઇવે ઉપર ગે લીકેજ ની ઘટના સામે આવી છે. વાપી નજીક ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હતો. મુંબઇ અમદાવાદ હાઇવે પર આ ઘટના બની હતી. ગેસ ભરેલા ટેન્કરમાંથી અચાનક ગેસ લીકેજ અન્ય વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

જો કે ટેન્કરમાં કયો ગેસ હતો તે જાણવા મળ્યું નથી. પરંતુ ગેસ લીકેજ ને કારણે વાહન ચાલકોને આંખોમાં બળતરા જેવી તકલીફો થઇ હતી. ગેસ લીકેજ થતા હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને હાઈવે થોડીવાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

(1:39 pm IST)