ગુજરાત
News of Tuesday, 29th September 2020

સફાઇ કામદારો અને તેના પરિવારજનો માટે લોન ધીરાણ યોજના : ઓનલાઇન અરજી

રાજ્ય સરકાર દ્વારા ૧૦ હજારથી ૭૫ હજાર સુધીની સબસીડી : બી.પી.એલ., વિધવા, ત્યકતા, વિકલાંગોને પ્રાથમિકતા અપાશે

રાજકોટ : રાજયના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના ઉદેશ્ય સાથે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ધીરાણ આપવા માટે મહિલા સમૃધ્ધિ યોજના, માઈક્રો ક્રેડીટ ફાઈનાન્સ યોજના, વ્યકિતગત લોન યોજના, ગાર્બેજ ડિસ્પોઝલ વ્હીકલ, પેસેન્જર ઓટોરીક્ષા, ડેરી યુનિટ (પશુપાલન) અને જીપ-ટેક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજના માટે રાજય સરકાર દ્વારા ૧૦૦ ટકા લોનની રકમ આપવામાં આવશે. જેમાં ઠક્કરબાપા પુનૅંસ્થાપન યોજના હેઠળ રાજય સરકાર તરફથી યુનિટ કોસ્ટની મર્યાદામાં રહીને ઓછામાં ઓછા રૂપિયા ૧૦,૦૦૦ અને વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦ સુધીની સબસીડી મળવાપાત્ર રહેશે.

આ લાભ મેળવવા માટે નિયત ધારા-ધોરણો નિશ્ચિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુજરાત રાજયના વતની હોય તેવા સફાઈ કામદારો કે તેમના આશ્રિત હોય તેવી વ્યકિતઓ, અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૫૦ થી વધુ ન હોવી જોઈએ. તેમજ અરજદાર કે તેમના કુટુંબના સભ્યો આ નિગમની સરકારની કોઈ પણ યોજના હેઠળ અગાઉ ધીરાણ મેળવેલ ન હોય તેવા અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે.

(12:54 pm IST)