ગુજરાત
News of Tuesday, 29th September 2020

અમદાવાદ મનપાનો સપાટો : બે દિવસમાં અમદાવાદમાં 28 યુનિટને સીલ મારી દીધા

સૌથી વધુ 15 યુનિટો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સીલ કર્યા: માસ્ક વગરના 463 કેસો કરીને 4.63 લાખની રકમ દંડ વસુલ્યો

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે છેલ્લાં બે દિવસમાં કરેલા કેસો તથા સીલ કરેલા યુનિટોની વિગતો જાહેર કરી છે. તે મુજબ છેલ્લાં બે દિવસમાં 28 યુનિટો સીલ કર્યા છે. જેમાં સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 15 યુનિટો સીલ કર્યા છે.જયારે ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 12 અને પશ્ચિમ વિસ્તારમાં 1 યુનિટ સીલ કર્યું હતું.

જો કે બીજા એકપણ ઝોનમાં કોઇપણ યુનિટને સીલ કરાયાં નથી. બીજી બાજુ માસ્ક વગર ફરતાં 463 લોકો સામે કેસો કરીને 4,63,000ની રકમ દંડ પેટે વસૂલ કરી છે.

અમદાવાદ શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. જેથી સંક્રમણનું પ્રમાણ ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. તેમાંય કોવિડ 19ની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ થાય તે માટે રિતસરની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરુપે જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્રારા શહેરના સાતેય ઝોનમાં માસ્ક વગર જાહેરમાં ફરવા બદલના 463 કેસો કર્યા હતા. પ્રત્યેક કેસ દીઠ રૂપિયા 1 હજારની રકમ દંડ પેટે વસૂલ કરી છે. આ દંડની રકમ 4,63,000 થાય છે.

કયા ઝોનમાં કેટલાં Unit seals અને પેનલ્ટી વસૂલી ?

ઝોનનું નામ        કેસની સંખ્યા                 દંડની વસૂલાત             સીલ કરેલા યુનિટો

 કયા યુનિટ સીલ ?

ઉત્તર પશ્ચિમ ઝોન

દક્ષિણ પશ્ચિમ ઝોન

પશ્ચિમ ઝોન

(12:17 am IST)