ગુજરાત
News of Tuesday, 29th September 2020

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની અચાનક સરકારી કચેરીઓમાં ફ્લાઈંગ વિઝીટ : કેટલાય અધિકારીઓ ગેરહાજર

કામ નહીં થતા હોવાની ફરિયાદ મળતા સાંસદે વિઝીટ કરી :હવે ગેરહાજર અધીકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ શુ પગલાં લેવાશે એ જોવું રહ્યું

છોટાઉદેપુર ભાજપ મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ સોમવારે અચાનક સરકારી કચેરીઓની ફલાઇંગ વિઝિટ કરી હતી. નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડાના કેટલાક લોકોની ફરિયાદોને લઈને જાત નિરીક્ષણ કરવા તાલુકા પંચાયત મામલતદાર અને પ્રયોજના વહીવટદાર કચેરીની મુલાકાત લીધી હતી.જેમાં પ્રયોજના વહીવટદાર જ ગેરહાજર મળી આવતા મહિલા સાંસદ રોષે ભરાયા હતા.

આદિવાસીઓની યોજનામાં તેમને લાભ ન મળતો હોય અધિકારીઓ યોગ્ય કામગીરી કરે એ માટે સાંસદે જાત નિરીક્ષણ કર્યું હતું.સાંસદ ગીતાબેન રાઠવાની ઓચિંતી મુલાકાતને લઈને આધિકારીઓ અને કર્મચારીઓમાં ફાફળાટ ફેલાયો હતો.હવે ગેરહાજર અધીકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ શુ પગલાં લે છે એ જોવું રહ્યું

છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતા નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂતો અને સ્થાનિક લોકોએ સાંસદ ગીતાબેન રાઠવાને લેખિત, ટેલિફોનિક, કે રૂબરૂમાં કેટલીક ફરિયાદો કરી હતી. જેથી ખેતીને નુકસાન, જનસેવા કેન્દ્રોમાં દાખલા લેવામાં મુશ્કેલી, ટ્રાઇબલ માંથી મળતી સહાય અને તાલીમો સાથે કેટલી અન્ય ખેતીને લગતા પ્રશ્નોની ફરિયાદ થઇ હતી.

 

ગીતાબેન રાઠવાએ તે પછી આધિકારીઓ સાથે જાતે બેસીને મિટિંગ કરીને હલ કરવા માટે સાંસદે ફ્લાઈંગ વિઝીટ કરી હતી.જેમાં તિલકવાડા TDO અને મામલતદાર, નાંદોદ TDO અને પ્રાંત અધિકારી કલેક્ટર કચેરીએ ગયા હતા.જયારે પ્રયોજના વહીવટદાર ગેરહાજર જણાયા હતા.ત્યારે પ્રયોજના વહીવટદાર કચેરીના અન્ય કર્મચારીઓ પણ ફફડી ઉઠ્યા હતા.

જોકે આવી વિઝીટને લઈને લોકોમાં એક સારી કામગીરી થશે સામાન્ય લોકોના કામ થશે એવી આસ લોકોમાં બેઠી છે.

(9:27 pm IST)