News of Thursday, 29th August 2019
વડોદરાના વેમાલીમાં એકને એક ફ્લેટને બે વાર વેચી દઈ બિલ્ડરે ગ્રાહક સાથે ઠગાઈ આચરી: ડેવલોપર્સની પોલીસે ધરપકડ કરી
વડોદરા: શહેરના વેમાલી ખાતે વેચાણ આપેલો ફ્લેટ અન્ય વ્યક્તિને બારોબાર વેચી દઇ ગ્રાહક સાથે રૃા.૪૦ લાખની ઠગાઇ કરનાર વૃંદા ડેવલોપર્સના પ્રોપરાઇટરની પોલીસે ધરપકડ કરી છે.
વાઘોડિયારોડ પરની અંકુર સોસાયટીમાં રહેતા તેમજ લોખંડના સ્ક્રેપનો વેપાર કરતા દીપક હરીઓમ શર્મા મકાનની શોધમાં હતા ત્યારે કાકા દ્વારા વૃંદા ડેવલોપર્સના પ્રોપરાઇટર નીતિન સુભાષચન્દ્ર શાહ (રહે.પ્રારંભ રેસી કમ પ્લાઝા, મહેશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા, વાઘોડિયારોડ)નો સંપર્ક થયો હતો. આ બિલ્ડરની વેમાલીમાં સાકાર ઓપ્યુલન્ટ-૨ નામની સ્કીમ ચાલતી હોવાથી તે સ્કીમમાં એક ફ્લેટ પસંદ પડતા ફ્લેટનું બુકીંગ કરાવ્યું હતું અને જરૃરી દસ્તાવેજો પણ કર્યા હતાં.
(5:25 pm IST)